વિકસિત ભારત યાત્રા આજે સાબરકાંઠા પહોંચી હતી
Live TV
-
સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત યાત્રા આજે સાબરકાંઠાના, ખેડબ્રહ્માના, દેરોલ ગામે પહોંચી હતી. અહી રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા અને જિલ્લા કલેકટર નૈમેષ દવેની હાજરીમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ પી.એમ. કિસાન સ્વ-નિધી, પીએમ આવાસ યોજના, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાનો લાભ આપવાં આવ્યો હતો. ઉપરાંત લાભાર્થીઓએ તેમને મળેલ લાભની "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત વાત કરી હતી. બારા ગામમાં 100 ટકા નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
