10 ગામોના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ, વઢવાણ અને દૂણ વચ્ચે જંગલ વિસ્તારમાંથી રસ્તો બનાવવાની મંજૂરી
Live TV
-
ગ્રામજનોએ 40 કિલોમીટર ફરીને જવું પડતું હતું.
દાહોદના મીઠીબોર જુથ ગ્રામપંચાયતના વઢવાણ ગામ અને દૂણ ગામ વચ્ચે જંગલ હોવાના કારણે માત્ર 3 કિલોમીટરનું અંતર 40 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડતો હતો અને લોકોને વધુ સમય અને વધુ પૈસા ખર્ચવા પડતાં હતાં. આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા સરકાર અને વનવિભાગમાં રજૂઆત કરતાં જંગલ વિસ્તારમાંથી રસ્તો બનાવાની મંજૂરી આપવામાં આવી હતી.
મીઠીબોર જુથ ગ્રામપંચાયતના ગામો સહિત અન્ય 10 ગામોના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાતા રસ્તાને લઈને સમસ્યા દૂર થઈ હતી. સ્થાનિકોએ સરકાર, વન વિભાગ અને ધારાસભ્યનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ વઢવાણથી દૂણ વચ્ચેના 3 કિલોમીટરનો રસ્તો ધારાસભ્યના પ્રયાસોથી મંજૂર કરવામાં આવ્યો, પરંતુ રસ્તા માટે જંગલની જમીન ન ફળવતા રસ્તો બનતો ન હતો. જેની સરપંચ સહિત સ્થાનિકોએ વન વિભાગને અને સ્થાનિક ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય અને વન વિભાગના અધિકારી વિષ્ણુ દેસાઈના સહિયારા પ્રયાસોથી રસ્તા માટે જંગલની જમીનની ફાળવણી કરાતા 10 ગામના હજારો લોકોનું સમયની સાથે આર્થિક ભારણ ઘટશે.
