Skip to main content
Settings Settings for Dark

વિદ્યાર્થીઓ કચ્છી ભાષામાં ભણી શકે તે માટે કચ્છી ભાષામાં એપ બનાવાઈ

Live TV

X
  • કચ્છી બોલી અને ગુજરાતી ભાષા વચ્ચે સેતુ બનવા કચ્છ જિલ્લા પંચાયતનું એક મહત્વ પગલું-કચ્છી બોલી બોલતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને લઈ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે તૈયાર કરાઈ ખાસ એપ્લિકેશન-ઓનલાઈ શિક્ષણમાં અંતરિયાળ વિસ્તારના બાળકો અને શિક્ષકો વચ્ચે એપ કરશે સંવાદનું કામ.

    કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે શાળા- કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતા કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ગુજરાતની સાથે કચ્છી બોલી પણ બોલાય છે.

    ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વધારે પડતી કચ્છી બોલી બોલે છે.બાળકો અને શિક્ષકો વચ્ચે કચ્છી બોલીને લઈ કોઈ મુશ્કેલી ન ઉભી થાય તે માટે જિલ્લા પંચાયત દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં કચ્છી બોલી અને ગુજરાતી ભાષા વચ્ચે સંવાદનું કામ કરવામાં આવ્યું છે.

    આ એપથી કચ્છી બોલી ન જાણતા શિક્ષકો અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે સારી રીતે સંવાદ થઈ શકશે અને વિદ્યાર્થીઓને શિક્ષણને લઈ કોઈ સમસ્યા નહીં સર્જાય. આ ખાસ મોબાઈલ એપ ગુગલના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply