Skip to main content
Settings Settings for Dark

22 વર્ષથી ઝૂંપડામાં રહેતા પરિવારને કાઉન્સિલરે PM મોદીના જન્મદિન નિમિત્તે ભેટમાં આપ્યું ઘર

Live TV

X
  • છેલ્લા છેલ્લા 22 વર્ષથી આ પરિવાર ગીતાનગરમાં ઝુંપડામાં રહેતા એક પરિવાર ને વડાપ્રધાન ના જન્મ દિવસે વાપીના કાઉન્સિલરે સ્વખર્ચે ગરીબને નવું ઘર ભેટ કર્યું

    વલસાડ જિલ્લાના વાપી પાલિકાના વોર્ડ નં. 7ના કાઉન્સીલરે પીએમ મોદીના જન્મદિને ગીતાનગરમાં ઝુંપડામાં રહેતા એક પરિવાર માટે સ્વખર્ચે પાકુ મકાન બનાવવાનો નિર્ણય કર્યો હતો, જે મકાનના કામનું ખાતમુહુર્ત કરાયું હતું.

    વાપી ગીતાનગરમાં વોર્ડ નંબર 7માં શાલીમાર બેકરીની પાછળ રહેતા રતિલાલભાઇ પટેલ છેલ્લા 22 વર્ષથી તેમની પત્ની અને ત્રણ સંતાન સાથે ઝુંપડામાં રહેતા આવ્યા છે. થોડા વર્ષ અગાઉ બીમારીના કારણે તેમની પત્ની અને ત્યારબાદ એક પુત્રીનું મોત થયું હતું.

    ઘણાં સમયથી પ્લાસ્ટિકથી ઝુંપડાને ઢાંકી ગુજરાન ચલાવતા રતિલાલભાઇની કફોડી હાલત જોઇ વોર્ડ નં. 7ના કાઉન્સીલર દિલીપભાઇ યાદવએ તેમને તે જ જગ્યાએ પોતાના ખર્ચે પાકું મકાન બનાવી આપવાનું નક્કી કર્યું હતું. 17મી સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ, મિતેષ દેસાઇ સાથે અન્ય ભાજપના કાર્યકરો ગીતાનગર પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં દિલીપભાઇએ નવા મકાન બનાવવાનું ખાત મુહુર્ત કર્યું હતું.

    રતિલાલ ભાઈ પાસે પુરાવા ન હોવાથી આવાસ યોજનાનો લાભ મળ્યો ન હતો. ગીતાનગરમાં રહેતા આ પરિવારની હાલત કફોડી જોઇ તેમને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માંગતો હતો, પરંતુ તેમની પાસે કોઇ પણ પ્રકારના આધાર-પુરાવા ન હોવાથી છેલ્લે કાઉન્સિલરે સ્વખર્ચે નવું મકાન બનાવી આપવાનું નક્કી કર્યું હતું. આ મકાનમાં આશરે 1 લાખ રૂપિયા ખર્ચ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply