વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા SOUની સુરક્ષા ની જવાબદારી CISF ના જવાનોએ સંભાળી
Live TV
-
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સુરક્ષા ની જવાબદારી હવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF ના જવાનો એ સંભાળી લીધી છે. CISF ના 270 જેટલા જવાનો, મહિલા કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિના ના અંતમાં કે ઓક્ટોબરમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી જાહેર જનતા માટે ચાલુ થવાનું છે ત્યારે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી હવે આ CISF જવાનો સુરક્ષા વ્યવસ્થા નિભાવશે. અગાઉ નર્મદા પોલીસ, એસઆરપીએફ, તેમજ યુડીએસના જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળતા હતાં. CISF હવે AK- 47, ઇન્સાસ, અને પીસ્ટન ગનથી સુરક્ષા કરશે. કોઇપણ વિસ્ફોટક પદાર્થ અને અન્ય ચીજોની તકેદારી માટે ત્રણ ડોગ સ્કવોર્ડ પણ તૈનાત રહેશે.
