વિશ્વ કેન્સર દિવસે અમદાવાદમાં "હું છું, અને હું કરીશ" કાર્યક્રમનું આયોજન
Live TV
-
રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, GCRI ના ડાયરેકટર ડૉ. શશાંક પંડ્યા રહ્યા ઉપસ્થિત
4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે દુનિયાભરમાં મનાવવામાં આવે છે..ત્યારે અમદાવાદમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ દ્વારા કેન્સર દિવસ પર અનોખા કાર્યક્રમનું આયોજન કરાયુ છે..કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ ખાસ ઉપસ્થિત રહી કેન્સરના ઉદભવ અને કેન્સરના રોગોથી કેવી રીતે બચી શકાય તે માટે સૌને જનઆંદોલન ચલાવવા હાકલ કરી હતી..ડૉ.જયંતિ રવિએ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ દ્વારા કેન્સરના દર્દીઓને લેવાતી કાળજી અને વર્ષ દરમિયાન તેમના દ્વારા થતા કેન્સર જાગૃતિ અભિયાનોની પ્રસંશા કરી હતી.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સમારોહને સંબોધિત કરતા ડૉ.રવિએ વધુમાં જણાવ્યુ હતુ કે કેન્સર ન થાય તે માટે સજાગતા લાવવી જરૂરી છે..તાજેતરમાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ગામડાઓમાં આંગણવાડીઓમાં જઈને બાળકોની મુલાકાત લે છે..આ વિસ્તારોમાં ગરીબ બાળકોના આરોગ્યની ચકાસણનું ખૂબ સુંદર અભિયાન ચલાવ્યુ..તેવી જ રીતે કેન્સરને દૂર કરવા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે આપણે જનઆંદોલન ચલાવવાની જરૂર છે..તેમણે કહ્યુ કે જે કેન્સરના વિજેતા દર્દીઓ અહી આવ્યા છે તેઓના અનુભવો અને તેમનાથી વધુ સારી સમજ કોઈ આપી શકશે નહી
