વિશ્વ પ્રવાસન દિવસ અંતર્ગત રાજ્યના અનેક પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Live TV
-
વિશ્વ પ્રવાસન દિવસ નિમિતે ભારત સરકારના પર્યટન વિભાગ દ્વારા ભારતભરના 108 પર્યટન સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજાયું.
કોરોના પીરિયડ પછી ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ફરી ઝડપથી વધી રહી છે. ભારત સહિત ઘણા દેશોની અર્થવ્યવસ્થામાં પર્યટન ક્ષેત્રનો મોટો ફાળો છે. આ ક્ષેત્રના મહત્વ અને તેની સાથે જોડાયેલા લોકોના યોગદાનને યાદ કરવા માટે હોય છે આ વખતે વિશ્વ પર્યટન દિવસની થીમ છે "ટ્રાવેલ ઓફ લાઈફ". આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડે સફાઈ અભિયાનથી પણ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વ પર્યટન દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરમાં પર્યટન વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં લોકોમાં પરસ્પર સમજણ વધારવામાં મદદ કરી શકે છે. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વ પ્રવાસન દિવસ નિમિતે ભારત સરકારના પર્યટન વિભાગ દ્વારા ભારતભરના 108 પર્યટન સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજાયું. 108 સાઇટ્સમાંથી, 11 સાઇટ્સ ગુજરાતમાં છે. ભારત સરકારના પ્રવાસન વિભાગ અને સ્થાનિક સમુદાય અને પ્રવાસન હિતધારકોને સામેલ કરીને ગુજરાતના 11 અલગ-અલગ પ્રવાસન સ્થળો તેમજ તીર્થ સ્થળોએ વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છતા કાર્યક્રમોનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પો ખાતે ભારત સરકાર, સ્થાનિક પ્રસાશન અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રવાસન સ્થળની સાફ-સફાઈ કરવામાં આવી. આ વિસ્તારમાં આવતા પ્રવાસીઓને સ્વચ્છતા રાખવા શપથ લેવડાવવામાં આવ્યા. અહીંના જંગલ સફારી પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને વેલી ઓફ ફ્લાવર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આપણા પર્યટન સ્થળો એ આપણી સંસ્કૃતિની ધરોહર છે, તેમાં ગંદકી ન ફેલાવવી જોઈએ. આ પર્યટન સ્થળો એ પણ આપણું જ ઘર છે, તેને સ્વચ્છ રાખવાની આપણી જ જવાબદારી છે, તેવા સંદેશ સાથે આજે સ્થાનિક સફાઈકર્મી અને કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા કાર્ય કરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે તત્પર છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સમુદ્ર કિનારે આજે સવારે 9 વાગ્યાથી સફાઈ કામદારો દ્વારા સફાઇ કરવામાં આવી હતી. કચરો સમુદ્રમાં જવાથી સમુદ્રમાં રહેલા જીવોને પણ હાની પહોંચે છે, જેથી કરીને પર્યટન વિભાગનાં અધિકારી રાધિકા શર્માએ આવતા યાત્રિકોને રોજીંદા કાર્યમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.