Skip to main content
Settings Settings for Dark

વિશ્વ માનવતા દિવસઃ ઉમતા ગામનું 'અપના ઘર' મહકે છે માનવતાવાદી સેવાથી

Live TV

X
  • આજે વિશ્વ માનવતા દિવસની ઉજવણી થઇ રહી છે. આ દિવસે મહેસાણાના ઉમતા ગામે આવેલા અપના ઘર આશ્રમની વાત કરી લઇએ.

    આ આશ્રમ માનવતાવાદી સેવા કરીને સમાજજીવનને મહેંકતું રાખે છે. અપના ઘર આશ્રમમાં પરિવારથી વિખુટા પડેલા મંદબુદ્ધિ, લાચાર, નિરાશ્રિત, અને બિમારીમાં સપડાઇ ગયેલા કે તરછોડાયેલા લોકોને આશરો આપવામાં આવે છે.

    અપના ઘર તેમને નવું મુક્ત જીવન જીવવાની તક આપે છે. અપના ઘરમાં તેમને ભોજન રહેવાની સગવડ ઉપરાંત આરોગ્યસેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર દર ભટકતી વ્યક્તિને નવા વસ્ત્રો ધારણ કરવા મળે કે પછી તેમના માથાના વાળ કોઇક કાપી આપે તે પછીની લાગણીઓને વાચા આપવી મુશ્કેલ છે. અપના ઘર ખાતે સ્વસ્થ બનીને કેટલાક લોકો પોતાના સ્વજનો પાસે પાછા પણ ફર્યા છે. આજે વિશ્વ માનવતા દિવસે અપના ઘર આશ્રમની પ્રવૃત્તિઓને બિરદાવવી રહી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply