ATS-ક્રાઈમ બ્રાંચે અમદાવાદના રિલીફ રોડ પરથી ગેંગસ્ટરની કરી ધરપકડ
Live TV
-
ગુજરાત ATS અને ક્રાઈમબ્રાંચે સંયુક્ત ઓપરેશન કરી છોટા શકીલ ગેંગના એક કથિત ગેંગસ્ટરની કરી ધરપકડ-મુંબઈ પોલીસની ગુપ્ત જાણકારી પર અમદાવાદના રીલીફ રોડ પરથી ગેંગસ્ટરને ઝડપી લેવાયો-કોઈ મોટા રાજનેતાની હત્યાનું કથિત ષડયંત્ર હોવાની પ્રાથમિક જાણકારી.
અમદાવાદ A.T.S. અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ભાજપના મોટાગજાના એક નેતાની હત્યાના કાવતારાનો પદાર્ફાશ કરી છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને રીલીફ રોડ સ્થિત એક હોટલથી ઝડપી લીધો છે. A.T.S. ના D.I.G. હિમાંશુ શુક્લાને માહિતી મળી હતી કે, ગેંગસ્ટર છોટા શકીલનો શાર્પ શૂટર અમદાવાદમાં છે.
જેના આધારે આજે સવારે A.T.S.અને ક્રાઇમબ્રાંચની ટીમ રીલીપ રોડ ઉપર આવેલી હોટલ, વિનસ પર ,પહોંચી હતી ,જ્યાં શાર્પ શૂટર દ્વારા,A.T.S. ના અધિકારીઓ ઉપર ,ફાયરીંગ નો ,પ્રયાસ કરાયો હતો. અધિકારીઓને ઝડપાયેલા વ્યક્તિ પાસેથી કેટલાંક પુરાવાઓ પણ મળ્યા તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
