વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ યોગના વિશેષ કાર્યક્રમ યોજાયા
Live TV
-
વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં આઈએવાયટી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નેશનલ યોગ સિમ્પોઝિયમ ઓન યોગા થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં આઈએવાયટી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નેશનલ યોગ સિમ્પોઝિયમ ઓન યોગા થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાંત યોગાચાર્યે અને આયુર્વેદાચાર્યોના વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને આચાર્ય બિરજુ મહારાજ દ્વારા સરળ યોગાભ્યાસ કુંડલીની ચક્ર ખેચરી ધ્યાન સેલ્ફ દિલીંગ વગેરે યોગાભ્યાસો કરાવવામાં આવ્યા હતા. આ સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ યોગના વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં સેવાભાવી સંસ્થાઓ સરકારી કર્મચારી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત રાજ્યભરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યસભાના વિવિધ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. રાજકીય આગેવાનોના નેતૃત્વમાં હજારો લાખો નાગરિકોએ યોગ ક્વાયતમાં ભાગ લીધો હતો.
યોગના લાભો વિશે તમે ઘણું સાંભળ્યું હશે પણ હવે આ યોગનો લાભ એવા લોકો સુધી પણ પહોંચી રહ્યો છે જેઓ યોગમાં પોતાનું કેરિયર બનાવવા ઇચ્ચે છે. ગુજરાતમાં 2013માં આવી જ એક યુનિવર્સિટી ખૂલી છે. જેમાંથી અભ્યાસ કરી અનેક લોકો તેને પોતાનો વ્યવસાય બનાવી રહ્યા છે.
વર્ષોથી પરિમલ ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતાં લોકોએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અનોખા યોગનું નિદર્શન જોયું હતું. યોગ નૃત્ય સાથે પણ કરી શકાય છે. નૃત્ય અને યોગ અંગે અનોખો યોગ કાર્યક્રમ યોજાયો હતો. ભરતનાટ્યમ તથા સંગીતની સાથે યોગ કાર્યક્રમ નિહાળીને બધા મુગ્ધ થઈ ગયા હતા.વિશ્વ આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડોદરામાં યોગ નિકેતન સંસ્થાન ખાતે પણ સાધકોએ યોગ કરીને નવો વિક્રમ સર્જ્યો હતો. 465 સાધકોએ પરોઢિયે એક સાથે બેસીને સૂર્ય નમસ્કાર કરીને અનોખો રેકર્ડ બનાવ્યો હતો. સંસ્થાએ ગિનીસ વર્લ્ડ રેકર્ડમાં નોંધ માટે આ અનોખો પ્રયોગ કર્યો હતો. કિશોરોથી માંડીને મોટેરાઓ 108 સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ બનાવવામાં સામેલ થયા હતા. સાંસદ રંજનબેન ભટ્ટ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમ જ જિગીષાબેન શેઠ પણ યોગ ક્વાયતને માણી હતી.
જૂનાગઢ કૃષિ યુનિ.ના ઈન્ડોર સ્ટેડિયમમાં આજે 1500થી વધુ લોકોએ સામુહિક યોગ કર્યો હતો. આમ તો કૃષિ યુનિ. નું વાતાવરણ જ લોકોમાં તાજગી ભરવા પૂરતું છે. યોગ ભગાડે રોગ ને યોગ અપાવે સિદ્ધિની યુક્તિને સાચી પાડતા જૂનાગઢના જુવાન ડોસા તમામે સાથે મળી યોગ કર્યો હતો. અનેક વડિલો પોતાના જીવનની વ્યથા રોગ અને ઉપાધીને યોગ અને પ્રાણાયામ વડે જડમૂળથી મટાડી સ્વસ્થ બન્યા છે. આ ઉંમરમાં પણ તેઓ યોગ દ્વારા સ્વસ્થ થઈ એથ્લેટિક દોડ યોગ ગોળા ફેંક ચક્ર ફેંક અને હથોડા ફેંકમાં સિલ્વર ગોલ્ડ મેળવી રહ્યા છે. મોદીજીના આ પ્રયાસને બિરદાવતા તેમણે પોતાના ઉદાહરણ દ્વારા અન્ય લોકોને પણ યોગમાં જોડાવા માટે અપીલ કરી છે.
સમગ્ર વિશ્વ માં આજે લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજકોટ દુરદર્શન સ્ટાફે પણ યોગ ગુરુ ને માર્ગદર્શન હેઠળ શિક્ષા મેળવી હતી તેમજ દરરોજ ઓફીસ વર્ક પહેલા સવારે યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દુરદર્શન કેન્દ્ર પર કેન્દ્ર ના ડાયરેક્ટ અનિલા શાહ પ્રોગ્રામિંગ હેડ ચેતન શાહ તેમજ સમગ્ર સ્ટાફે વિવિધ મુદ્રામાં યોગ કર્યા હતા. સાથે જ સ્વિમિંગ પુલમાં લોકોએ અનોખી રીતે એક્વા યોગ કર્યો હતો.