વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરીનાં નામે ઠગનાર ત્રિપુટી ઝડપાઈ
Live TV
-
વેરાવળનાં બાયપાસ રોડ પર દુકાન ભાડે રાખી એક ઠગ ટોળકીએ જોબ પ્લેસમેન્ટ નામે ઓફીસ શરૂ કરી હતી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરીનાં નામે ઠગનાર ત્રિપુટી ઝડપાઈ છે. આ ઠગ ત્રિપુટી વિજ વિભાગ સહીત સ્થાનિક ખાનગી કંપનીઓમાં નોકરીઓ આપવાની લાલચ આપતી હતી. વેરાવળનાં બાયપાસ રોડ પર દુકાન ભાડે રાખી એક ઠગ ટોળકીએ જોબ પ્લેસમેન્ટ નામે ઓફીસ શરૂ કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડીયામાં મેસેજ ફરતા કરતાં 300 જેટલા નોકરી વાચ્છુંઓ ઓફીસે ગયા હતા. જ્યાં પ્રથમ 850 રૂપીયા લઈ ફોર્મ ભરાયા બાદ ઈન્ટરવ્યું પણ લેવાયા હતા. પરંતુ યુવાનોને આ ઠગ ટોળકીનાં અણસાર આવી જતાં પ્રભાસ પાટણ પોલીસમાં એક પીડીત રવિ નામના યુવાને ફરીયાદ કરતાં પોલીસે આખા નોકરી ષડયંત્રનો ભાંડા ફોડ કર્યો છે. અને ત્રણે ઠગ ત્રિપુટીને જેલનાં સળીયા પાછળ ધકેલી દીધી છે.
