શહેરમાં કોરોના કાળમાં યોગદાન આપનાર મહિલા સાહસિકોનું સન્માન
Live TV
-
કોરોનાના કપરાકાળમાં અનેક મહિલા સાહસિકોએ પોતાના ક્ષેત્રમાં અકલ્પનીય સેવા આપી છે. કોઈકે તબીબ બનીને તો કોઈકે પોલીસ બનીને તો કોઈકે નર્સ બનીને સતત કોરોના કાળમાં સેવાનું યોગદાન આપ્યું છે.
આવી મહિલાઓને તેમના યોગદાન બદલ સન્માનિત કરવાના હેતુથી અમદાવાદમાં આવેલ રિસ્ટ્રેટો રેસ્ટોરેન્ટ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલા સાહસિકોને ગુજરાત યુનિવર્સિટીના પત્રકાર વિભાગનાં વડા પ્રોફેસર સોનલ પંડયા દ્રારા સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
આ મહિલા સાહસિકો તબીબી, કલા, ઉધ્યોગ, જેવા ક્ષેત્રમાં કાર્ય કરે છે. આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર ગીતિકા સલુજા, ડોક્ટર નીતા ઠાકરે, સંજુકતા સિંહ, કિરણ અમીન, મેઘના સેજપાલ, મીરાંડે શાહ, રૂજુ દેસાઈ, કમલદીપ કૌર, કંકાણા રોય જૈન અને બિનીતા પરીખને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન રિસ્ટ્રેટો રેસ્ટોરેન્ટનાં રવિ થરવાણી અને મોદી હોસ્પિટાલિટી કન્સલ્ટન્ટ્સનાં સુજલ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
