Skip to main content
Settings Settings for Dark

શિક્ષકોનો ગ્રેડ પે વધાર્યો નથી, ગ્રેડ પે ને લઇને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ : DyCM નીતિન પટેલ

Live TV

X
  • રાજ્યમાં શિક્ષકોના 4200ના ગ્રેડ પે વિવાદ મામલે આજે નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પેની અફવા ચાલે છે. શિક્ષકોને અગાઉ 4200નો ગ્રેડ પે મળતો જ હતો. ગ્રેડ પેમાં એક રૂપિયો પણ વધારવામાં આવ્યો નથી. ઘણાએ અફવા ચાલુ કરી કે શિક્ષકોનો ગ્રેડ પે વધી ગયો બીજાનો કેમ ન થયો પરંતુ આ સમગ્ર બાબત ખોટી છે. ઘણા લોકો તેનું ખોટું અર્થઘટન કરતા હતા. આ મુદ્દે ભુલથી પરિપત્રમાં ગ્રેડ પે 2800 થઈ જતાં તેમાં માત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. આનાથી અન્ય વિભાગના કર્મચારીઓને કોઇ અન્યાય નથી થતો. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિપત્રને જોઈને સોશિયલ મિડિયામાં સરકારના અન્ય વિભાગમાં પણ પે ગ્રેડમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. તેથી તેમણે કેટલાક તત્વો જે લોકોને ગેરમાર્ગે દોરે છે તેમની દોરવણીમાં નહીં આવવા જણાવ્યું હતું. તો સાથે જ તેમણે કોરોના મહામારીમાં પોલીસ, નર્સિંગ, પંચાયતના મહેસૂલી શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply