Skip to main content
Settings Settings for Dark

સા.કાં: પરબતભાઈ પટેલે હિંમતનગરથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • ગુજરાત ગૌરવ દિનની શુભકામના સાથે રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલે ગુજરાત સમગ્ર દેશ અને વિશ્વમાં પણ પ્રથમ ક્રમનું રાજ્ય બની રહે તેવી સૌ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી.

    આજે 1લી મેથી, સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા સુજલામ સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મેસણ અને હિંમતનગરના વિરપુર ખાતેથી જિલ્લા પ્રભારી અને સિંચાઇ મંત્રીશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ગામ તળાવ ઉડું કરવાના કામ સાથે મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આજના ૫૮ મા રાજ્ય સ્થાપના દિન - ગુજરાત ગૌરવ દિનની શુભકામના સાથે રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલે ગુજરાત સમગ્ર દેશ અને વિશ્વમાં પણ પ્રથમ ક્રમનું રાજ્ય બની રહે તેવી સૌ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી.

    સાબરકાંઠા જિલ્લાનાં ઇડરના મેસણ ગામે ૪ હેક્ટર કરતાં પણ વિશાળ તળાવને ઉંડુ કરીને જળસંગ્રહ શક્તિમાં વધારો થશે. સાબરકાંઠા જિલ્‍લામાં ૧૮૪ તળાવો ઉંડા કરવા, ૩૦૯ ચેકડમ ડીસિલ્‍ટીંગ કરવા તથા ૧૧ નહેરોના ડીસિલ્‍ટીંગનું કામ કરવામાં આવશે. જેમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંપત્તિ વિભાગ દ્વારા ૨૯ તળાવ ઉંડા કરવા, ૧૩૩ ચેકડેમ ડીસીલ્ટીંગ અને ૧ નહેરની સફાઇ મળી કુલ ૧૬૬ કામ કરવમાં આવશે. જયારે સિંચાઇ પંચાયત વિભાગ દ્વારા ૧૬૨, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૪૯,
    જિલ્લા વોટર શેડ દ્વારા ૧૧૬ કામો હાથ ધરવામાં આવશે.

    આ ઉપરાંત જિલ્લાની ૧૩ પાણી પુરવઠા યોજનાની ૮૦૫ કિ.મી પાઇપ લાઇનના કુલ ૮૩૯ એરવાલ્વ તપાસ કરી મરામત હાથ ધરવામાં આવશે અને પાણીના વ્યયને અટકાવવામાં આવશે. જિલ્લામાં વન વિભાગ દ્વારા ૧૦,૫૭,૦૦૦ રોપાઓનું વાવેતર કરી જિલ્લાને હરીયાળો બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે. સુજલામ સુફલામ જળસંચયના અભિયાનમાં સામાજિક-સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાઓ, ઉધોગો સાધુ સંતો, મહંતો અને તમામ પ્રજા વર્ગ આ જળયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી.

    જળસંપતિ, પાણી પુરવઠા મંત્રીશ્રી પરબતભાઇ પટેલએ વધુમાં ઉમેર્યું હતું કે, તા.૩૧ મી મે, ૨૦૧૮ સુધી ચાલનારા આ અભિયાનમાં સમગ્ર ગુજરાતમાં ૧૩,૦૦૦ જેટલા તળાવો-ચેકડેમો ઉંડા કરવાના કામથી ૧૧ લાખ ઘન ફુટ પાણીનાં સંગ્રહ માટે ૪,૦૦૦ થી વધુ જેસીબી મશીન અને ૮,૦૦૦ થી વધુ ટ્રેક્ટર-ડમ્પરનો ઉપયોગ કરાશે. ખેડૂતો આ માટી-કાંપનો ઉપયોગ નિઃશુલ્ક કરી શકશે.

    હિંમતગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરાતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળે તો ખેડૂતો સારી ખેતી કરી શકે છે અને તેને અનુલક્ષીને જ રાજ્યભરમાં આ અભિયાન થકી જલ મંદિરો બનાવીને ભૂગર્ભ જળની સપાટી ઉંચી લાવીને પાણીનો મહત્તમ ઉપયોગ કરાય તેવું વર્ષો પછી આ વિક્રમી અભિયાન હાથ ધરાયું હોવાનું ઉમેર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply