Skip to main content
Settings Settings for Dark

સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ લીધેલા ખેલાડીઓએ 2023-24માં રાષ્ટ્રીય કક્ષાએ એક અને રાજ્યકક્ષાએ 7 મેડલ મેળવ્યા

Live TV

X
  • ગુજરાતના એક માત્ર ગિરિમથક એવા સાપુતારાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તિરાંદાજો અને હોકી સાથે અનેકવિધ રમતોનું કૌશલ્યવર્ધન કેન્દ્ર. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ'ને વર્ષ 2013-14થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 'ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ' તરીકે  કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં રમતગમતને પ્રાધાન્ય અપાયું છે. ખેલ મહાકુંભનું પણ આયોજન કરાય છે. તેની પાછળ રાજ્યભરમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે તે મુખ્ય ઉદ્દેશ છે. 

    સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનું 'સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ 84થી વધુ ખેલાડીઓ માટે ખેલ-ગુરુકુળ તરીકે ઊભરી આવ્યું છે. ડાંગ જિલ્લાની સ્નેહાબહેન જીરવાલ 2020માં  યંગ ટેલેન્ટ તરીકે કોમ્પ્લેક્ષમાં આવી હતી. અહીં તિરંદાજીની  સઘન તાલીમ લઈ રહી છે. તાલીમ પછી વર્ષ 2024ના ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બે બ્રોન્ઝ મેડલ મેળવતા ચૂકી છે. તેના પિતાજી સ્થાનિક કક્ષાએ  મજૂરી કરીને ઘર ચલાવે છે. તેના કઠોર પરિશ્રમને જોતા રાષ્ટ્રીય કક્ષાએ તેને ખ્યાતિ મળે તેવી પૂરી શક્યતા હોવાનું, તેના કોચ જીતુભાઈ કહે છે. 

    માછીમાર પિતા નવનીતભાઈ હળપતિની દીકરી કિંજલ કહે છે કે, ‘મારા પિતા માછીમારીનો વ્યવસાય કરે છે, તેમાંથી ઘર જ માંડ માંડ ચાલતું હોય તો હોકી શીખવી અને કરવી બેય અઘરું હતું. તેવા સમયે સરકારે આ સુવિધા સાપુતારામાં ઊભી કરી અને મેં  વર્ષ 2022માં સાપુતારામાં એડમિશન લીધુ. મને અહીં સારુ શીખવા મળે છે.
    અહીંના કોચ અલ્કેશ પટેલ કહે છે કે, કિંજલનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, કિંજલે અહીં યંગ ટેલેન્ટ તરીકે એડમિશન લીધું, કિંજલ રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધામાં ગ્વાલિયર મુકામે રમીને આવી છે. કિંજલ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ વધી રહી છે

    આજ રીતે ઉત્તરા મહાવર પણ પ્રુવન્ટ ટેલેન્ટ ખેલાડી તરીકે 2022માં સાપુતારામાં આવી હતી. એના પિતા ચાની લારી પર કામ કરે છે. અહીં તાલીમ મેળવીને તેણે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આવા તો કંઈક પરિવારોના દીકરા-દીકરીઓ આ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવીને રાજ્ય-દેશનું નામ રોશન કરવા સજ્જ છે. 

    'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ' યોજના અંતર્ગત સ્કૂલમાં  ખેલાડીઓને રહેવાની, અભ્યાસ, ભોજન અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં  ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે. 

    જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ 84ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે ,જેમાં 44 બહેનો અને 40 ભાઈઓનો સમાવેશ થયો છે. આ ઉપરાંત બાળકોની રહેવાની જમવાની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા - જવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply