સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા પરંપરાગત ભવાઈ યોજાઈ
Live TV
-
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા 150 વર્ષથી પરંપરાગત રીતે માતાજીની ભવાઈનું આયોજન દર વર્ષે હોળી પહેલા ફાગણ સુદ આઠમથી 8 દિવસ સુધી યોજાય છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા 150 વર્ષથી પરંપરાગત રીતે માતાજીની ભવાઈનું આયોજન દર વર્ષે હોળી પહેલા ફાગણ સુદ આઠમથી 8 દિવસ સુધી યોજાય છે.
આજના આધુનિક યુગમાં ભવાઈ લુપ્ત થતી જઈ રહી છે. 150 વર્ષ પહેલા ઓરી, અછબડા જેવા રોગચાળાઓ ફાટી નીકળવાના કારણે ભીલ સમાજનાં પૂર્વજો દ્વારા માતાજીને પ્રાથના કરતાં ભવાઈના કરવટા રૂપે માનતા માની માતાજીનો ચમત્કાર થતાં તમામ રોગ મટી જતા હોવાની માન્યતા છે.
સિદ્ધપુરમાં ભીલવાસ વિસ્તારમા રહેતા પૂર્વજો દ્વારા દર વર્ષે માતાજીની ભવાઈ ભજવવાનું આયોજન કરવામાં આવે છે, જે વર્ષો જૂની પરંપરા આજ દિન સુધી ભીલ સમાજ દ્વારા અકબંધ છે. ફાગણ સુદ નોમથી ધુળેટી સુધી એમ 8 દિવસ સુધી ભવાઈ યોજાય છે. જે ધુળેટીના દિવસે શ્રી રામ ભગવાન દ્વારા રાવણવધ બાદ પૂર્ણાહુતિ કરવામા આવે છે.
જેમાં પ્રથમ દિવસે ગણપતિનો વેશ , બીજા દિવસે જૂટ્ઠણનો વેશ , ત્રીજા દિવસે ઈશકલાલનો વેશ , ચોથા દિવસે કાન-ગોપીનો વેશ , પાંચમા દિવસે મણીબાનો વેશ , છઠ્ઠા દિવસે જસમા-ઓડણનો વેશ , સાતમા દિવસે જંડા-ઝુલણનો વેશ ( હોળી ની રાત્રે ) જે આખી રાત યોજાઈ સવારે 5 વાગ્યા સુધી ભજવાય છે.
આઠમા દિવસે બપોરે 18 વર્ણોની વેશભૂષા ભજવી સાંજે શ્રી રામના હાથે રાવણવધ કરી ભવાઈની પૂર્ણાહુતિ કરવામા આવે છે. ત્યારબાદ માતાજીના ચાચર ચોકમાં તમામ ભવાઈ મંડળના પાત્રો ગરબે ગુમે છે. આ ભવાઈમાં ભીલ સમાજનાં નાના બાળકોથી લઇને મોટા વડીલો વેશભૂષા ધારણ કરે છે. જેમાં, પુરુષો મહિલાનો વેશ ધારણ કરી ભવાઈ ભજવે છે.
ભવાઈનું વિશેષ વાદક ભુંગળ કે જે માતાજીને જાગૃત કરવા માટે તેમજ ભવાઈના પાત્રોને અભિનય માટે બોલાવવા માટે મોઢા વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. જેને ભુંગળ દ્વારા શેર મારવામાં આવ્યો એવું કહેવાય છે.