સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કલોલ તાલુકાના પાનસર ગામમાં તળાવ ઊંડું કરવાની કરાઇ કામગીરી
Live TV
-
તળાવમાં 20 હજાર ક્યુબીક મીટર ખોદકામ કરવાથી તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે જેનાથી તળાવમાં વધુ ત્રણ કરોડ લીટર પાણી સંગ્રહ થઈ શકશે
સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરીનું સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પાનસર ગામમાં રેલવે ફાટકની પાછળ આવેલા ડેપો તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવમાં 20 હજાર ક્યુબીક મીટર ખોદકામ કરવાથી તેમની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થયો છે. હવે તળાવમાં ત્રણ કરોડ લીટર પાણી સંગ્રહ થઈ શકશે. પાનસર ગામની મુલાકાત સમયે ગાંધીનગર જિલ્લાના ભાજપના પ્રમુખ નૈલેશભાઈ શાહ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
