સુરત ક્રાઈમ બ્રાંચને મળી સફળતા, છેતરપિંડી મામલે વિદેશી શખ્સ ઝડપાયો
Live TV
-
સુરત શહેર ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. લોભામણી જાહેરાતો આપીને છેતરપિંડી કરનારા વિદેશી આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી ફેક વેબસાઈટ બનાવીને કિડની વેચવાથી રૂપિયા 4 કરોડ મળશે તેવી જાહેરાત કરતો હતો. તેમજ દેશની અલગ-અલગ હોસ્પિટલની ફેક વેબસાઈટ બનાવીને લોકોને આવી જાહેરાતો આપીને છેતરતો હતો.
તેમજ આરોપીએ આર.બી.આઈ. ના નામના ફેક ઈ-મેઈલ આઈડી બનાવીને અન્ય સહ આરોપીને પણ આપતો હતો.. આરોપી પાસેથી બેંકના કુલ 8 એકાઉન્ટ અને તેમા તપાસ કરતા 1 કરોડ , 31 લાખ રૂપિયાથી વધુના ,,ટ્રાન્જેક્શન પણ , મળી આવ્યા હતા.
