સુરત મહાનગરપાલિકા દ્વારા ‘મેયર ડેશ બોર્ડ’ લોન્ચ કરવામાં આવ્યું
Live TV
-
સુરત મહાનગરપાલિકા દ્વારા ‘મેયર ડેશ બોર્ડ’ લોન્ચ કરવામાં આવ્યું છે. મંગળવારથી કાર્યરત કરાયેલા મેયર ડેશ બોર્ડમા તમામ ખાતાઓ, વિભાગોમાં લોકોની ફરિયાદોથી લઈ પાલિકાની તમામ સેવાઓ પર સ્થાયી ચેરમેન, શાસક પક્ષ નેતા અને ડેપ્યુટી મેયર ચારેય મુખ્ય પદાધિકારીઓ ડેશ બોર્ડ ઓપરેટ કરી સીધું મોનિટરીંગ કરી શકશે.
આ ડેશ બોર્ડ પર તમામ ઝોન-વિભાગોમાં કઈ કેટેગરીમાં કેટલી ફરિયાદો આવી અધીકારી ઝડપથી નિરાકરણ લાવી શક્યા છે કે કેમ? કેટલા વખતથી ફરિયાદ પેન્ડિંગ છે? આવી લગભગ 17 કેટેગરીમાં ફરિયાદો સેવાઓ પર સીધું જ મોનિટરીંગ થશે. આ મેયર ડેશ બોર્ડ લોન્ચ કરતાં હેમાલી બોધાવાલાએ ડેશ બોર્ડ શરૂ કરવાનોનો મુખ્ય હેતું જણાવતા કહ્યું હતું કે, શહેરીજનોની ફરિયાદ કરવા અંગેનો ટોલ-ફ્રી નંબર 18001238000 તેમજ વ્હોટસ એપ નંબર 7623838000 તથા પાલિકાની વેબ સાઈટ દ્વારા જે ફરિયાદો કરવામાં આવે છે તેનું મોનિટરીંગ કરી ઝડપથી નિરાકરણ માટે કામગીરી કરવાનો છે. આ સીસ્ટમ થકી ક્યાં વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ફરિયાદો મળી છે. દરેક ઝોન, વિભાગો, વોર્ડમાં ક્યાં પ્રકારની વધુ પ્રમાણમાં ફરિયાદો આવે છે. બિસ્માર રસ્તા, વરસાદી પાણી ભરાવવું, સ્ટ્રીટ લાઈટ સહિતની ફરિયાદોનું નિરાકરણ ઝડપથી લવાશે. ઉપરાંત વીબીડીસીની સર્વેની કામગીરી, મેલેરિયાના કેસો ક્યાં વિસ્તાર માંથી વધુ પ્રમામમાં આવે છે. બ્રિડિંગ સ્થાનો નું પણ શાસકો મોનિંટરિંગ કરશે. પાલિકાની મહત્ત્વની અન્ય સેવાઓ બીઆરટીએસ, સીટી બસ, વોટર સપ્લાય, ડ્રેનેજ સીસ્ટમ અને પાલિકાની રેવન્યુ, કેપીટલ-આવક-ખર્ચ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી, પ્રોફેશનલ ટેક્ષ, પ્રોપર્ટી ટેક્ષ તેમજ વ્હીકલ ટેક્ષની ઝોન વાઈઝ રોજે રોજની આવક અંગે જેવી સેવાઓ સહિતની બાબતો પર મેયર ડેશ બોર્ડ થકી સીધું મોનીટરીંગ કરવામાં આવશે.
