સુરત શહેર પોલીસે ‘સાયબર સેફ સુરત’ નામનું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’ બનાવ્યું
Live TV
-
સુરત શહેર પોલીસે ‘સાયબર સેફ સુરત’ નામનું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’ બનાવ્યું.આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ‘ચેટબોટ’ લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષા આપતો ‘સુરત સાયબર મિત્ર’ છે. આ ચેટબોટ વોટ્સએપ નંબર, ૯૩૨૮૫-૨૩૪૧૭ પર ‘HI’ મોકલવાથી સાઈબર ફ્રોડની દરેક માહિતી મળશે.
‘સાવચેતી એ જ સાવધાની’ એમ જણાવતા સુરત સાયબર ક્રાઈમના ACP એ.પી. ગોહિલે શહેરીજનોને સાયબર ક્રાઈમ વિષે સચેત રહેવા લોકોને ચેટબોટની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, માનવરહિત ચેટબોટની મદદથી સુરતના નાગરિકોને 24 કલાક સાઈબર સુરક્ષાને લગતી દરેક માહિતીઓ ઉપલબ્ધ થશે. સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો ત્વરિત ધોરણે લેવાના પગલા તેમજ ફરિયાદ નોંધણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે.
