સૌરાષ્ટ્રના ગામોમાં પણ તીડનો આતંક, ભાવનગર-બોટાદના ખેતરમાં પાકને પહોંચાડ્યું નુકસાન
Live TV
-
બનાસકાંઠામાં તીડના આક્રમણ બાદ હવે સૌરાષ્ટ્રના ગામોમાં પણ તીડનો આતંક જોવા મળી રહ્યો છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ નજીકના મોટીધરાઈ ગામની વાડીઓમાં રાત્રીના સમયે તીડ નું એક ઝુંડ બોટાદ જીલ્લામાંથી પહોચ્યું હતું.
આ તીડના ઝુંડે આ વિસ્તારના એક લીલાછમ ખેતર પર આક્રમણ કર્યું હતું. ખેતરોમાં એકાએક તીડ ના આક્રમણ થી ખેડૂતે આ ઝુંડ ને ભગાડવા નો પ્રયાસ કર્યો હતો. તેમજ આ અંગે ખેતીવાડી વિભાગ-ભાવનગર ને પણ જાણ કરવામાં આવી હતી.
તીડના ઝુંડ દ્વારા ખેતરમાં નુકસાન પણ કરવામાં આવ્યું હતું. જયારે ખેતીવાડી અધિકારી દ્વારા એક તીડ ને પકડી લઇ તેની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે. ખેતી વાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વિવિધ જંતુનાશક દવાના છંટકાવ ની સલાહ આપવામાં આવી છે.
