સૌરાષ્ટ્રમાં તીડથી પાકને નુકસાન થતા ખેડૂતોને સહાય આપવા રજૂઆત
Live TV
-
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીની સત્વરે નોંધ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી આર. સી. ફળદુને ખેડૂતોને જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રજૂઆત કરી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી લહેરાતા પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીની સત્વરે નોંધ લઈ, ઉભી થયેલી ગંભીર પરિસ્થિતી અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુને ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી જરૂરી દવાઓનો પુરવઠો, કૃષિ વિભાગના નિષ્ણાતોની ટિમ સહિતની જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે રજુઆત કરી હતી. વાઘાણીની રજૂઆતને પગલે રાજ્યની સંવેદનશીલ સરકારે સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તિડ પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક ધોરણે જરૂરી તમામ પગલાં લેવા માટે સૂચન કર્યું હતું.આ ઉપરાંત વાઘાણીએ ઘટના અંગેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરઓ સાથે પરામર્શ કરીને ત્વરિત પગલાં લેવા રજુઆત કરી હતી જેથી સ્થાનિક વહીવટી તંત્રએ પણ ખેડૂતોની સમસ્યા ઉકેલવા ત્વરિત તાજવીજ હાથ ધરી હતી.
