સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછુ નોંધાયું
Live TV
-
રાજ્યમાં વાતાવરણમાં ઘણો પલટો જોવા મળ્યો છે કમોસમી વરસાદ અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે .
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નોંધપાત્ર રીતે ઓછુ નોંધાયું હતું. સૌથી ઓછુ 6 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન કેશોદમાં નોંધાયું હતું.
આ ઉપરાંત, નલીયામાં-7, ડિગ્રી, કંડલા એરપોર્ટ, પોરબંદર, રાજકોટ, ડિસા અને ગાંધીનગરમાં 9 ડિગ્રી, ભુજ, અમરેલી, અને અમદાવાદમાં-10, સુરેન્દ્રનગરમાં-11, વેરાવળ અને દીવમાં-12, જ્યારે દ્વારકા, મહૂવા વલ્લભ વિદ્યાનગર અને વલસાડમાં-13, ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આજ સમયગાળામાં મહત્તમ તાપમાન પણ ઘણી જગ્યાએ સામાન્ય કરતા 1 થી 5 ડિગ્રી ઓછુ નોંધાયું હતું.
