સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
Live TV
-
સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર
રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત 3-4 દિવસોના પ્રમાણમાં આજથી વરસાદનું જોર ઘટતુ જોવા મળશે. હવામાન વિભાગના મતે આજે કચ્છ, જામનગર, દ્વારકા , પોરબંદરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં આજે વરસાદનો જોર નહિવત જોવા મળશે. ગઈકાલે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ 4 ઇંચથી વધુ, જ્યારે માત્ર 3 જ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે. વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં કુલ 16,360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 1079 લોકોને રેસક્યું કરાયુ છે.
