સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે
Live TV
-
આજે બપોરે સાડા ત્રણ વાગે કેવડિયા કોલોની ખાતે ઈન્ડક્શન સેરેમની યોજાનારી છે.જેની અધ્યક્ષચા CISFના કમાન્ડન્ટ કરશે.આ સેરેમની બાદ વિધિવત રીતે CISF ચાર્જ સંભાળી લેશે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અને દેશનું સૌથી સારુ પર્યટન સ્થળ બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે CISFના ફાળે આવી છે.આજે બપોરે સાડા ત્રણ વાગે કેવડિયા કોલોની ખાતે ઈન્ડક્શન સેરેમની યોજાનારી છે.જેની અધ્યક્ષચા CISFના કમાન્ડન્ટ કરશે.આ સેરેમની બાદ વિધિવત રીતે CISF ચાર્જ સંભાળી લેશે.પ્રધાનમંત્રી મોદીના સૌથી નજીકના પ્રોજેક્ટ એવા સ્ટચ્યુ ઓફ યુનિટી ખાતે રોજે રોજ હજારો પ્રવાસીઓ મુલાકાત માટે આવતા હોય છે.ત્યારે આ પ્રવાસન સ્થળ IBના એલર્ટ પર પણ ,રહેતું હોય છે.અત્યાર સુધી આની સુરક્ષાની જવાબદારી SRP પાસે હતી.SRPના જવાનો, રાત દિવસ સિક્યુરીટી કરતા હતા.પરંતુ હવે દિન પ્રતિદિન વધતી પ્રવાસીઓની સંખ્યા અને લોકોના વધતા ધસારાને કારણે, સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય સુરક્ષા એજન્સી પાસે આવી ગઈ છે.દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા ,182 મીટર ઉંચી છે.જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે.આ પ્રતિમા બનાવવા માટે દેશભરમાંથી ખેડૂતોએ લોખંડ આપ્યું હતું.ખેત ઓજારોના લોખંડમાં આ પ્રતિમાને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે.જેને નિહાળવી એક લ્હાવો છે.
