Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં બન્યા આત્મનિર્ભર

Live TV

X
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' (SOU) માત્ર પ્રવાસન જ નહીં, પણ હવે સ્થાનિક આદિવાસી પરિવારોના જીવનમાં પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યા છે. વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પર કરવામાં આવેલી જાહેરાત હવે સાકાર થતી જોવા મળી રહી છે.

    પ્રોજેક્ટની મુખ્ય વિગતો  

    • કુલ લક્ષ્ય: 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ.
    • વર્તમાન સ્થિતિ: 665થી વધુ પ્લાન્ટનું સફળતાપૂર્વક સ્થાપન.

    મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો  
    આ યોજનાનો સૌથી મોટો લાભ સ્થાનિક મહિલાઓને થયો છે. પરંપરાગત ચૂલા માટે લાકડાં વીણવા જવાની હાડમારી હવે ભૂતકાળ બની રહી છે. સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું કે, "અગાઉ મહિલાઓને લાકડાં માટે દૂર સુધી જવું પડતું અને ચૂલાના ધુમાડાથી આંખોને નુકસાન થતું હતું. હવે બાયોગેસથી રસોડું ધુમાડા મુક્ત બન્યું છે."

    ખેતી માટે 'સ્લરી' આશીર્વાદરૂપ  
    બાયોગેસ પ્લાન્ટ માત્ર ગેસ જ નહીં, પણ ખેતી માટે શ્રેષ્ઠ જૈવિક ખાતર પણ પૂરું પાડે છે. વાઘપુરા ગામના લાભાર્થી રવિના તડવીના જણાવ્યા અનુસાર, "પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી રાસાયણિક ખાતરનો ઉત્તમ વિકલ્પ છે, જેનાથી પાક ઉત્પાદન વધ્યું છે અને LPG સિલિન્ડરની મોંઘી ચિંતા પણ દૂર થઈ છે."

    પર્યાવરણ અને આત્મનિર્ભરતાનો સંગમ  

    આ પહેલનો મુખ્ય હેતુ LPG અને પરંપરાગત લાકડાના ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. સાથે જ વિદેશથી આયાત થતા રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે. હાલમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા બાકીના પ્લાન્ટ્સની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી વહેલી તકે 1000 પ્લાન્ટનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply