Skip to main content
Settings Settings for Dark

સ્ટેટ GST વિભાગે રાજ્યના 52 સ્થળોએ દરોડા, 8.10 કરોડની કરચોરી પકડાઈ

Live TV

X
  • સ્ટેટ GST વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાના 52 સ્થળોએ દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી પકડી હતી. GST વિભાગે રાજ્યના 23 વેપારીઓના ત્યાં પાડ્યા હતા જેમાં વેપારીઓએ 8.10 કરોડની કરચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. મહત્વનું છે કે સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટ વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રર્વતમાન ટ્રેડ પ્રેક્ટિસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્સ પેયરો દ્વારા અપનાવાતી યુક્તિ-પ્રયુક્તિ શોધી કાઢવામાં આવે છે. તથા આવા ટેક્સ પેયરોનું સિસ્ટમ આધારીત પ્રોફાઇલીંગ કરવામાાં આવે છે. આવા અભ્યાસમાં ધ્યાને આવેલ છે કે મોટા ભાગના વેપારીઓ દ્વારા કરવામાં આવતા વેચાણો તથા આપવામાાં આવતી સર્વિસીઝ અન્વયે બિલ આપવામાં આવતા નથી. વેરો ભરવાનો ન થાય અથવા ઓછો ભરવાપાત્ર થાય તે માટે મળવાપાત્ર ન હોય તેવી ખોટી વેરાશાખનો દાવો કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. 

    તાજેતરમાં સ્ટેટ GST વિભાગે સીરામીક, ભંગાર, મોબાઇલ ફોન, કોસ્મેટીક આઇટમ્સ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર, કોચીંગ ક્લાસીસ, પ્રિન્ટીંગ સર્વિસીઝ સાથે સાંર્કળાયેલ 23 વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 52 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા જેમાં સુરતના 20, વડોદરાના 15, ડાંગ અને ભાવનગરના 5-5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. તો મહેસાણા અને ગાંધીનગરના 1-1 સ્થળે દરોડા પાડ્યા હતા અને રાજકોટના 1 સ્થળે GST વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply