Skip to main content
Settings Settings for Dark

હિન્દી ભાષાનો પ્રચાર વધે તે માટે સંસદીય રાજભાષા સમિતિના સભ્યોની એક ટીમ વડોદરાની મુલાકાતે

Live TV

X
  • હિન્દી ભાષાનો પ્રચાર અને પ્રસાર વધે તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે.હિન્દી ભાષાનો કેવી રીતે મહત્તમ ઉપયોગ થાય અને હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેનું નિરીક્ષણ દિલ્હી સ્થિત સંસદીય રાજભાષા સમિતિ દ્વારા કરવામાં આવે છે, ત્યારે આજ સંસદીય રાજભાષા સમિતિના સભ્યોની એક ટીમ લોકસભાના સાંસદ રીટા બહુગુણા જોશીનાં અધ્યક્ષસ્થાને વડોદરા આવી પહોંચી હતી. વડોદરા એરપોર્ટ પર સાંસદ રંજનબેન ભટ્ટ તેમનું સ્વાગત કર્યું હતું.આ કમિટી 26થી 28 ફેબ્રુઆરી સુધી વડોદરા , આણંદ સહિત અમદાવાદમાં કેન્દ્ર સરકારની 21 કચેરીઓમાં હિન્દી ભાષાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરશે. કમિટીના અધ્યક્ષ રીટા બહૂગુણા જોશીએ દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં વડોદરા પ્રવાસ અને હિન્દી ભાષાના મહત્વ વિશે માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply