Skip to main content
Settings Settings for Dark

હુમલા બાદ દેશભરમાં એલર્ટ, ગુજરાતના સરહદી વિસ્તારો પર ચાંપતી નજર 

Live TV

X
  • જમ્મુ કશ્મીરમાં સેના પર થયેલ આંતકવાદી હુમલા લઈને ગુજરાતમાં એલર્ટ અપાયું હતું. સરહદી કચ્છ જિલ્લામાં એલર્ટને પગલે સુરક્ષા સધન કરી દેવામાં આવી હતી. 

    સંવેદનશીલ કચ્છની સરહદ પર BSFદ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે. કચ્છ પોલીસ દ્વારા દરિયાઈ જળસીમા તેમજ શહેરના એન્ટ્રી પોઇન્ટ અને લેન્ડિંગ પોઇન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.  સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે. 

    કચ્છની રણસીમા તેમજ દરિયાઈ જળસીમા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. દરિયાઈ જળસીમાંમાં કોસ્ટગાર્ડ , મરિન પોલીસ તેમજ, BSF દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે. એલર્ટના પગલે તમામ એજન્સીઓ એલર્ટ મોડમાં જોવા મળી હતી.  તમામ ગતિવિધિ પર ઉચ્ચ અધિકારી નજર રાખી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply