14મી વિધાનસભા સત્રના બે દિવસ થયા પૂર્ણ
Live TV
-
14મી વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ હતો. આ સત્રના બીજા દિવસની કામગીરી પ્રશ્નોત્તરી કાળથી શરુ થઈ હતી. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી અને લંપી વાયરસ મુદ્દે સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કર્યું હતું. આજે વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક તેમજ કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પહેલા અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્યું છે કે, રાજયનો છેવાડાનો માનવી પણ ભૂખ્યોના સુવે એની ચિંતા છેલ્લા 27 વર્ષથી અમારી સરકાર કરી રહી છે. એટલું જ નહી ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે એની પણ સંપૂર્ણ ચિંતા અમે કરીને ખેડૂતોના પડખે ઉભા રહીને ખરીદી પણ કરી છે. આજે વિધાનસભા ખાતે ખાદ્યતેલના ભાવો અકુશમાં રાખવા અગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુંતરમાં મંત્રીએ વધુમાં કહ્યું કે, આ સરકાર ખેડૂતો અને નાગરિકો બંન્નેની ચિંતા કરે છે. રાજ્યના 71 લાખ કાર્ડ ધારકોને પ્રથમવાર રાહતદરે સીંગતેલનું વિતરણ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી દિવાળીના તહેવારોમાં પણ વિતરણ કરાશે જેની શરૂઆત 1લી ઓક્ટોમ્બરથી કરાશે, તો બીજી બાજુ વિપક્ષના 5થી વધુ ધારાસભ્ય વેલમાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
