Skip to main content
Settings Settings for Dark

1600 કિમી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત બનશે દેશના આર્થિક વિકાસનું પાવરહાઉસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની બ્લૂ ઇકોનોમી નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. 406 કિમી લાંબો દરિયાકિનારો ધરાવતું કચ્છ હવે મત્સ્ય ઉદ્યોગ, સી-વીડ ફાર્મિંગ અને ગ્રીન એનર્જીનું નવું કેન્દ્ર બની રહ્યું છે.

    બ્લૂ ઇકોનોમી એટલે માત્ર માછીમારી નહીં, પણ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખું. જેમાં નીચેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે:મરીન બાયોટેક્નોલોજી અને સ્માર્ટ ફિશિંગ.પોર્ટ લોજિસ્ટિક્સ અને સાગરમાલા પ્રોજેક્ટ.ઇકો-ટુરિઝમ અને ગ્રીન એનર્જી.ડીપ સી એક્સપ્લોરેશન (ગહન સમુદ્ર સંશોધન).મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે મત્સ્ય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે.કચ્છ જિલ્લો રાજ્યના કુલ ઉત્પાદનમાં 8.40% હિસ્સો ધરાવે છે.વર્ષ 2023-24માં કચ્છના દરિયાઈ ઉત્પાદનથી રાજ્યને અંદાજે ₹980 કરોડનું હૂંડિયામણ મળ્યું છે.કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ દરિયાઈ શેવાળ (સી-વીડ)ની ખેતી શરૂ કરવામાં આવી છે.1500 માછીમારોને સી-વીડ ફાર્મિંગની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી.

    જખૌ બંદરમાં ₹121 કરોડના ખર્ચે આધુનિક જેટી અને હાર્બરનું નિર્માણ થઈ રહ્યું છે.છેલ્લા 3 વર્ષમાં 444 લાભાર્થીઓને ₹107.80 લાખની સહાય સીધી ખાતામાં (DBT)જમા કરાઈ.રાજકોટ ખાતે 11-12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં થયેલી સી-વીડ ફાર્મિંગની પ્રગતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં આવશે.માછીમારો માટે આધુનિક બોટ અને કોલ્ડ સ્ટોરેજની સુવિધા.ઇંધણના દરમાં રાહત અને વેટમાં ઘટાડો.રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ બોટોમાં વિનામૂલ્યે ટ્રાન્સપોન્ડર ફીટ કરવાની કામગીરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply