Skip to main content
Settings Settings for Dark

20 ઓક્ટોબરના રોજ “સ્પીડપોસ્ટ ભવન” ખાતે ડાક અદાલતનું આયોજન

Live TV

X
  • 14 ઓક્ટોબર સુધીમાં ફરિયાદ કરવાની રહેશે.

    ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), “સ્પીડપોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-380004ની કચેરી ખાતે 20 ઓક્ટોબર, ગુરુવારના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

    14 ઓક્ટોબર સુધીમાં ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સબંધિત ફરિયાદો કરવાની રહેશે. શ્રીમતી એમ. એ. પટેલ, સહાયક નિદેશક ડાક સેવા (એસ.&આઈ), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 કચેરીએ મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply