2019 લોકસભાની ચૂંટણીના ભાગરુપે ભાજપના હોદ્દેદારો અને આગેવાનોની બેઠક યોજાઇ
Live TV
-
બેઠકમાં રાજકીય સ્થિતી શું છે, લોકસભામાં કેવી રીતે કામ કરવું, સોશિયલ મીડિયામાં યોગ્ય ઇમેજ બનાવવી વગેરે પર ચર્ચા કરવામાં આવી.
2019 લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. જે માટે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનીલ જૈન તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મહા મંત્રી વી.સતીષજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર કમલમ ખાતે વિવિધ બેઠકો યોજાઇ ગઇ. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહના રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની તૈયારી તથા બુથ કેન્દ્રીત વ્યવસ્થાને મજબુત બનાવવા અને આગામી 2019ની ચૂંટણી માટે 11 સભ્યોની કમીટીની રચના કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડી શકાય તે અંગેની સંગઠનની કાર્ય પધ્ધતિની સમીક્ષા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી 2019 માટે 11 સભ્યોની કમીટીની રચના કરવામાં આવી જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પૂરૂષોતમભાઇ રૂપાલા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિકભાઇ પટેલ, ગણપતિસંહ વસાવા, ભરતસિંહ પરમાર, ભાર્ગવભાઇ ભટ્ટ, આઇ.કે.જાડેજા, શંકરભાઇ ચૌધરી, અને હિરાભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીતુભાઇ વાઘાણી, અને ભીખુભાઇ દલસાણીયા, કમીટીની બહાર રહી પક્ષ માટે તેમજ સંગઠન મજબુત કરવા કાર્ય કરશે.
