Skip to main content
Settings Settings for Dark

500 બાઈકર્સ દ્વારા હાટકેશ્વર મહાદેવનો ગંગાજળથી જળાભિષેક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પ્રારંભ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ આજે પોતાની સફળતાના શિખરે પહોંચી છે. આ ઐતિહાસિક યાત્રા અંતર્ગત વારાણસીથી આવેલા આશરે 500 જેટલા ઉત્સાહી બાઈકર્સે વડનગરના પ્રાચીન અને પવિત્ર હાટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચીને પવિત્ર ગંગાજળથી ભોળાનાથનો જળાભિષેક કર્યો હતો. આ અવસરે વડનગરની ધરતી પર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

    આ વિશેષ યાત્રામાં જોડાયેલા યુવા બાઈકર્સ પવિત્ર નગરી વારાણસીથી પોતાની સાથે ગંગા મૈયાનું પવિત્ર જળ લઈને વડનગર આવ્યા હતા. કાશીથી શરૂ થયેલી આ યાત્રા અને હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં અર્પણ કરાયેલું આ ગંગાજળ કાશી અને વડનગર વચ્ચેના સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંબંધોને વધુ ગાઢ બનાવે છે. બાઈકર્સોએ મહાદેવના ચરણોમાં આ પવિત્ર જળ અર્પણ કરી દેશના લોકકલ્યાણ અને રાષ્ટ્રની પ્રગતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

     ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ શ્રદ્ધા અને સેવાના સંકલ્પને ઉજાગર કરતું એક પ્રેરણારૂપ માધ્યમ બની રહી છે. વારાણસીના યુવાનોએ સંપૂર્ણ શિસ્ત અને પરંપરાગત વિધિ-વિધાન સાથે મહાદેવની આરાધના કરી હતી.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
apply