9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" પર અંબાજી મેળામાં ત્રણ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન
Live TV
-
મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરૂણ કુમાર બરનવાલ દ્વારા કરવામાં આવ્યું
કેન્દ્ર સરકારના "9 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની માહિતી આપતા પાંચ દિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન ભાદરવી પુનમના મહામેળા દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા તેમજ સામાન્ય જનમાનસને યોજનાઓનો લાભ મળી રહે એ અર્થે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિશ્વ વિખ્યાત ભાદરવી પુનમ અંબાજીના મહામેળા મેળામાં કેન્દ્ર સરકારના "9 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તેમજ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનોમાં જનજાગૃતિ વધે એ માટે 27 થી 29 સપ્ટેમ્બર સુધી મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિશેષ જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આજ રોજ આ મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરૂણ કુમાર બરનવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુમાં આ કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી જે.ડી ચૌધરી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સ્થળ પર સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી, દાંતા દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત પૌષ્ટીક વાનગી સ્પર્ધાનું આયોજન તેમજ માહિતી સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાત બનાસકાંઠા પોસ્ટ ઓફિસ દ્વારા માહિતી સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેની મુલાકાત લઈ મહેમાનો તેમજ દર્શનાર્થીઓ માહિતી મેળવી શકશે. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત જનતા તેમજ મહેમાનોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ ઉપરાત કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
9 વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત અંબાજી ખાતે આયોજીત આ ફોટો પ્રદર્શન તેમજ વિશેષ કાર્યક્રમની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અગ્રીમ પ્રચારના ભાગરૂપે મોડેલ સ્કૂલ, જગતાપુરા, દાંતા તેમજ રિહેન એચ મેહતા વિદ્યાલય, માંકડી ખાતે વક્તૃત્વ, કવિતા પઠન, ચિત્ર સ્પર્ધા વિષય 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' સ્વચ્છતા હી સેવા, પોષણ અભિયાન, હિન્દી પખવાડિયા પર વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા જિલ્લા કલેકટરના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ વિશેષ જન સંપર્ક કાર્યક્રમ સાથે આ મલ્ટીમીડિયા ફોટો પ્રદર્શન તા.27થી 29 સપ્ટેમ્બર દરમિયાન જાહેર જનતાને નિ:શુલ્ક જોવા મળશે. જેમાં ફોટો પ્રદર્શન સાથે સેલ્ફી પોઇન્ટ, વિવિધ સ્ટોલ, જનજાગૃતિ અભિયાન ફિલ્મો વગેરે નો લાભ મેળામાં આવતી જાહેર જનતાને મળી રહેશે.