ATMને ગેસ કટરથી કાપી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
Live TV
-
13 જેટલમાં ATMs માંથી કરોડો રૂપિયાની ચોરી કરી હતી
ગુજરાત માં અનેક જિલ્લા માં બેન્કના ATMને ગેસ કટરથી કાપી, લાખોની રોકડ રકમની ફિલ્મી ઢબે ચોરી કરનારી હરિયાણાની પ્રોફેશનલ ટીમ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. આ ટીમે 11 જેટલા સ્થળે 13 જેટલા એટીએમમાં કરોડો રુપિયાની ચોરી કરી હતી. આ ગેંગેં ગાંધીધામના બે એટીએમ મા કુલ 28.18 લાખની ચોરી કરીને ખળભળાટ મચાવ્યો હતો. પાલનપુરમાં પણ એક ATM તોડયુ હતું. જેથી રેન્જ આઈજી ડી.બી.વાઘેલાએ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પાલનપુર અને પૂર્વ કચ્છ પોલીસને અલગ અલગ ટીમ બનાવી ગમે તે ભોગે આરોપીઓને પકડવાની સૂચના આપી હતી. આ ગેંગનો મુખ્ય આરોપી હાસમને પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.46 વર્ષીય હાસમ છેલ્લા 10 વર્ષથી ગેંગલીડર તરીકે કાર્યરત છે. અને તેની ગેંગમાં 10 આરોપીઓ સામેલ છે. ગેંગના અન્ય આરોપીઓને પકડવા હાલ પોલીસની અન્ય ટીમો રાજસ્થાનમાં એક્ટિવ છે. તો આ ટોળકી -મેવાત ગેંગના સૂત્રધારને પૂર્વ કચ્છ પોલીસે રાજસ્થાનમાંથી પકડી લઈ મોટી સફળતા હાંસલ કરી છે.