CM ભુપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરને વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ અને ગુજરાત વિધાનસભાની સામે બાબાસાહેબ ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ ...વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ આપી શ્રદ્ધાંજલી ...રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના તૈલચિત્રને શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી તેમજ વિધાનસભાની સામે પણ બાબસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરીને નમન કર્યું હતું. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિત ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સહિત મહાનગરપાલિકા પદાધિકારીઓ અને વિધાનસભા કર્મચારીઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન
આજે 14 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં બાબાસાહેબ ડૉ.આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો.જેઓ બંધારણ ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો. ડૉ.આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાની સામે પ્રેરણાભૂમિ ખાતે ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે દેશમાં સંવિધાનના અંગીકરણના 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે બાબાસાહેબના જીવનમૂલ્યોને જાણવા અને આત્મસાત કરવાનો આ અવસર છે. શિક્ષણ અને સામાજિક સમરસતાથી સૌ વિકસિત ભારતના નિર્માણ માટે સહિયારો પુરુષાર્થ કરીએ તેવું આહવાન આ પ્રસંગે કર્યું.