CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નો શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નોલેજ બેઝ્ડ ઇકોનોમી'નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે. આ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ' મંત્રને સાકાર કરે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે આજથી ત્રણ દિવસીય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે... આ કાર્યક્રમમાં રાજ્ય પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા... આ સમિટમાં 600થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે... જ્યારે બે લાખથી પણ વધુ બ્રાહ્મણો ત્રણ દિવસ દરમિયાન આ સમિટની મુલાકાત લેશે... મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4માં B2B અને B2C બેઠકનું આયોજન, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ સમાજને મળી રહે તે માટેનું માર્ગદર્શન, યુવાનોને રોજગારી મળી રહે તે માટે કંપનીઓ સાથે સીધો સંપર્ક વગેરે આયોજન કરવામાં આવ્યું છે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, બ્રાહ્મણ સદીઓથી AIથી પણ વિશેષ એવી કુદરતી બુધ્ધિમત્તાનો સ્વામી રહ્યો છે. બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગનાં પરિમાણો સાથે જોડીને વડાપ્રધાનની 'વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીએ બ્રહ્મસમાજને આ તકે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. 'વાઈબ્રન્ટ ગુજરાત'માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે બ્રાહ્મણ સમાજને વ્યાપાર વણજના માર્ગે આગળ લઈ જવા માટેના આયોજનને બિરદાવ્યું હતું. દેશના મંદિરો, સંસ્કારો, સંસ્કૃતિની રક્ષા કરનારા સમાજે દેશના અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય કરી રહ્યા છે ત્યારે સૌ જરૂર સફળ થશે તેવી શુભકામના સી. આર. પાટીલે પાઠવી હતી.