Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમાં 3 નવી મેડિકલ કૉલેજોને મંજૂરી 

Live TV

X
  • આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં નર્મદા, નવસારી , અને પોરબંદરમાં , નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ વિશે જાણકારી આપી હતી. 

    જેમા પ્રત્યેક મેડિકલ કોલેજ દીઠ , 325 કરોડ રૂપિયામાં , હયાત હોસ્પીટલનુ અપગ્રેડેશન કરવામાં આવશે , અને મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે. આ કોલેજ માટે કેન્દ્ર સરકાર તરફથી 585 કરોડ અને રાજ્ય સરકારના 390 કરોડ મળીને કુલ 975 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 

    જે અંતર્ગત જિલ્લાની હયાત હોસ્પીટલ્સને , MCIના નોર્મ્સ મુજબ , પ્રથમ તબક્કે 300 બેડ ઉપલબ્ધ થશે અને મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને, 100 બેઠકો પર પ્રવેશ મળશે. રાજ્યના નર્મદામાં, નવસારી, અને પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકારની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે. 

    હાલ રાજ્યમાં 33 જિલ્લા પૈકી 19 જિલ્લાઓમાં કુલ 29 મેડિકલ કોલેજ કાર્યરત છે. આ 300 બેઠકોનો વધારો થતા હવે 5,800થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply