US-ફ્લોરિડાની શાળામાં પૂર્વ વિદ્યાર્થીએ કર્યુ ફાયરિંગ, 17ના મોત
Live TV
-
આ સ્કૂલ ફ્લોરિડાના પાર્કલેંડ વિસ્તારમાં છે. પોલીસના કહેવા મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ નિકોલસ ક્રૂઝ છે. જે આ સ્કૂલનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે.
અમેરિકાના ફલોરિડાની હાઇસ્કૂલમાં ગોળીબારીની ઘટનામાં 17 લોકોના મોત થયા છે. 19 વર્ષીય બંધૂકધારી પૂર્વ વિદ્યાર્થીએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. આ વિદ્યાર્થીને સ્કૂલ તંત્ર દ્વારા હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ઘટના ભારતીય સમય અનુસાર બુધવારની મોડી રાત્રે થઇ હતી. સ્થાનિક પોલીસે આ પૂર્વ વિદ્યાર્થીને પકડી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે મિયામીની આશરે 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેન્ડમાં મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ક્લાસ પૂરી થાય તે પહેલાજ હિંસાની શરૂઆત થઇ હતી. બ્રોવર્ડ કાઉંટીના શેરિફ સ્કોટ ઇજરાયલના જણાવ્યા અનુસાર બંધૂકધારીની ઓળખ નિકોલસ ક્રૂઝના રૂપમાં થઇ છે જે પહેલા આ જ સ્કૂલનો વિદ્યાર્થ રહી ચૂક્યો છે. ક્રૂઝને અનુશાસનહીનતા માટે સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો..ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે જણાવ્યું કે, તેમણે ફાયરિંગને લઇ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના પર પીડિત પરિવારોને સાંત્વના આપી છે.