Skip to main content
Settings Settings for Dark

VGGS 2024 : મુખ્યમંત્રીએ ઈલેક્ટ્રીક વ્હિકલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કર્યું આહ્વાન

Live TV

X
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ઈલેક્ટ્રીક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે. ઇલેક્ટ્રીક વ્હીકલ્સની સફળતા ચાર્જિંગ સ્ટેશનોના મજબૂત નેટવર્ક ઉપર નિર્ભર હોય છે તેથી ગુજરાતે ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલોપમેન્ટમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.  

    મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-૨૦૪૭’ સેમિનારમાં ઇવી ક્ષેત્રના ઉદ્યોગકારો-રોકાણકારો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, ઉદ્યોગકારો માંડલ-બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ઇવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યું છે. લોકો ઈલેક્ટ્રીક વ્હીકલ એડોપ્ટ કરે તે માટે અને સમગ્ર ઈલેક્ટ્રીક વ્હીકલ વેલ્યુ ચેઈન માટે અનુકૂળ ઈકો સિસ્ટમ તૈયાર કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે EV પોલીસી ડિઝાઇન કરી છે. સરકારી પરિવહનમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અપનાવ્યા છે, આશરે ૫૦૦ જેટલી ઈલેક્ટ્રીક બસની ફ્લીટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં કાર્યરત છે. રાજ્ય સરકારના આ સમગ્રતયા પ્રયાસોને પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ઇવીના વેચાણમાં માતબર વૃદ્ધિ થઈ છે.

    આ પરિસંવાદમાં ટોયોટા કિર્લોસ્કર લિમિટેડના કન્ટ્રી હેડ શ્રી વિક્રમ ગુલાટીએ ઇવી ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસ અંગે જણાવ્યું હતુ કે, હજુ આ ઉદ્યોગ વિકસિત થઇ રહ્યો છે, તેથી અમુક કમ્પોનન્ટ્સ અને જરૂરી ચીજોને લોકલાઇઝ્ડ કરવી જરૂરી છે, જેથી આપણે ઇમ્પોર્ટ પરથી નિર્ભરતા ઘટાડી શકીએ. આ ક્ષેત્રમાં ટેક્નોલોજી ખૂબ ઝડપથી વિકસિત થઇ રહી છે. અમે અલ્ટરનેટ સ્ટોરેજ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છીએ જેનાથી આવનારા સમયમાં એવી ગાડીનું નિર્માણ થશે જે 10 મિનિટમાં ચાર્જ થઇ જશે અને 200 કિમી સુધી ચાલશે. આપણે સારી શરૂઆત કરી છે. આ ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે એેમ પણ તેમણે ઉમેર્યું હતુ.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply