અમદાવાદઃ SBI દ્વારા 78 લાખ રૂપિયાની સાધન સામગ્રી રાજ્ય સરકારને અર્પણ
Live TV
-
એસબીઆઇ અમદાવાદ સર્કલ દ્વારા સામાજીક જવાબદારીના ભાગરૂપે કોરોના સ્ંક્રમિતોની તબીબી સારવાર સહાય અને કોરોના સંક્રમણ નિયંત્રણ માટે પણ સાધનસામગ્રી રાજ્ય સરકારને અર્પણ કરવામાં આવી.એસબીઆઇ એ સામાજિક જવાબદારી નિભાવતા રાજયમાં કોરોના સ્ંક્રમિતોની તબીબી સારવાર સહાય અને કોરોના સંક્રમણ નિયંત્રણ માટે સાધનસામગ્રી રાજ્ય સરકારને અર્પણ કરી. એસબીઆઇ અમદાવાદ સર્કલ ચીફ જનરલ મેનેજર શમશેરસિંહ અને અન્ય એસબીઆઈના અધિકારીઓની હાજરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તારીખ 03/06/2021 ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને આ સહાય અર્પણ કરવામાં આવી.
એસબીઆઇ અમદાવાદ સર્કલ દ્વારા રાજ્ય સરકારને 46,000, સેનિટાઇઝરની બૉટલ,1,40,000 ગ્લોવસ અને 10,00,000 ત્રિપલ લેયર માસ્ક જેવા મેડિકલ સાધનો પણ એસબીઆઇ દ્વારા આપવામાં આવ્યા. લગભગ 78 લાખ રૂપિયાની કિમતની સાધન સામગ્રી એસબીઆઇ દ્વારા અર્પણ કરવામાં આવી. આવા પ્રજાલક્ષી સેવાભાવી કાર્ય માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસબીઆઇ અમદાવાદ સર્કલનો આભાર માન્યો.