Skip to main content
Settings Settings for Dark

GTU દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનો પ્રારંભ

Live TV

X
  • સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકો નેગેટિવ આવ્યા પછી પણ કેટલાક સમય સુધી પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. જેના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (GTU) સ્પોર્ટ્સ વિભાગ દ્વારા તારીખ 1 જૂનથી 21 જૂન 2021 સુધી 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ યોગશિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે GTU ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમગ્ર આયોજન બદલ GTU સ્પોર્ટ્સ ઓફિસર ડૉ.આકાશ ગોહિલને શુભકામનાઓ પાઠવી હતી.

    યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવામાં માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. GTU દ્વારા આયોજીત આ યોગ શિબિરમાં યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંક્રમીત થઈને કોરોના નેગેટિવ થયેલા દર્દીઓ પણ પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. આ ઉપરાંત કોવિડમાં પણ ઝડપથી સ્વસ્થતા‌ કેળવવા, ફેફસાની મજબૂતી અને ઓક્સિજન લેવલ વધારવા માટે વિવિધ પ્રકારના યોગ શીખવ્યા જેમાં સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા માટે જોડાય છે. GTUના ફેસબુક પેજ પર સાંજે 5:30 થી 6:15 કલાક સુધી ફેસબુક લાઈવના માધ્યમ થકી દરેક જનસામાન્ય આ યોગ શિબિરનો લાભ 21 જૂન સુધી મેળવી શકશે. જેનું સમાપન આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસના દિને કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply