અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ અભિયાન
Live TV
-
બોપલ-ઘુમા 1100થી વધુ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા
અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા કોર્પોરેશન દ્વારા છેલ્લા 14 દિવસથી ઘરે ઘરે ટેસ્ટિંગ અભિયાન શરુ કર્યુ છે..જેમાં રેપિડ એન્ટિજન ટીમ અને ધનવંતરિ રથની મેડીકલ ટીમ વિવિધ વિસ્તારોમાં ફરી કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ લોકોના વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે..દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કુલ 300 ટીમો અલગ અલગ વિસ્તારોમાં સર્વેલન્સ અને કોરોના ટેસ્ટની કામગીરી કરી રહી છે..જે પૈકી બોપલ-ઘુમા વિસ્તારમાં 30 ટીમો આરોગ્યની કામગીરી માટે ફાળવાઈ છે..જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવે તો તુરંત હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે..અથવા તો હોમ આઈસોલેટ કરવામાં આવે છે.ગુરુવારના રોજ બોપલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાલિકા કચેરી , એવરગ્રીન સોસાયટી-બોપલ સહિતના વિસ્તારોમાં શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરાયા હતા..આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ જ રહેશે તેવુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ..