મહિસાગરઃ બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ બાળકીનું હદયનું ઑપરેશન થયું નિઃશુલ્ક
Live TV
-
કોરોનાના સંકટકાળમાં પણ સ્વસ્થ ગુજરાત સમર્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરતો સરકારનો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વરદાનરૂપ પુરવાર થઈ રહ્યો છે.
મહીસાગર જિલ્લાના તકતાજીના એસપાલ્લા ગામમાં ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરતાં રમેશભાઈ નાયકની દોઢ વર્ષની દિકરી કિંજલ માટે શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ નવજીવન લઈને આવ્યો છે.
જન્મજાત હૃદય રોગથી પીડિત કિંજલનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ અને નિશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે ચારથી પાંચ લાખના ખર્ચે થતું આ ઓપરેશન કિંજલના પિતા માટે કરાવવું શક્ય નહોતું. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન નિશુલ્ક થતાં બાળકીને નવજીવન મળ્યું છે.
બાળકી સ્વસ્થ થતાં તેને હોસ્પિટલની ટીમ દ્વારા ઘરે લાવવામાં આવી હતી. હાલ આ બાળકી સમાન્ય બાળકોની જેમ હસતી-રમતી થઈ ગઈ છે. તો બાળકીને નવું જીવન આપવા બદલ તેના માતા-પિતા સરકારનો અને આ ટીમનો આભાર વ્યક્ત કરે છે. ઓપેરશન પછી પણ આરબીએસકેની ટીમ નિયમિત રીતે બાળકીની ગૃહ મુલાકાત લે છે.