હળવદઃ રોટરી ક્લબ દ્વારા શહેરમાં સેનેટાઈઝર પંપ મૂકવામાં આવ્યા
Live TV
-
રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓમા સેનેટાઈઝર પંપ લગાવવામાં આવ્યા છે. હળવદ તાલુકામાં પણ કોરોના દ્વારા દસ્તક અપાતા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
એવા સમયે સાવચેતી રૂપે હાથને વારંવાર સેનેટાઇઝ કરવા જરૂરી છે અને તેનાથી સંક્રમણથી બચી શકાય છે. એવામાં ત્યારે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહેતી હોય એવા શહેરના સરકારી દવાખાના, નગરપાલિકા, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન અને ટીકર ગામના સરકારી દવાખાના એમ કુલ પાંચ જગ્યાએ સેનેટાઈઝર પંપ લગાવવામાં આવ્યા છે.
જેના પગલે આવનાર તમામ પ્રકારના લોકો તેનો ઉપયોગ કરી સ્વાસ્થયની જાળવણી કરી શકશે. રોટરી ક્લબ દ્વારા અગાઉ પણ માસ્ક વિતરણ, પીપીઈ કીટ વિતરણ, જાગૃતિ માટેના સેવાકીય કાર્ય કરવામાં આવેલ છે.