સુરતમાં આજે નવા 291 કેસ નોંધાયા, આગામી 3 અઠવાડિયા સાવચેતી રાખવા અપીલ
Live TV
-
સુરતમાં એક દિવસમાં 5 લોકોના મોત થતાં, તંત્ર બન્યું ચિંતિત
આજે નવા આંકડા પ્રમાણે સુરતમાં 291 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
ગુજરાતમાં ગઇકાલે નવા જાહેર થયેલા આંકડાએ કોરોનાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. ગઇકાલે કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 902 કેસ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ 287 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 164 કેસ નોંધાયા છે.
વડોદરામાં 74, રાજકોટમાં 34, ગાંધીનગરમાં 24 કેસ નોંધાયા છે. તો ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા છે. તો અમરેલી જિલ્લામાં ગઇકાલે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ગઇકાલે કોરોનાના વધુ કુલ 19 કેસ પોઝિટિવ નોંધાયા છે.
તો ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના 15 અને મહેસાણા જિલ્લામાં વધુ 12 કેસ નોંધાયા છે. જામનગર શહેર અને જીલ્લામાં મળી ગઇકાલે કોરોનાના વધુ 13 કેસ નોંધાયા છે. આ તરફ જામનગરમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જામનગરની મુલાકાત લઇ કોરોનાની સ્થિતી અંગે સમિક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 3 અઠવાડિયા લોકોએ વધુ સાવચેતી રાખવી પડશે.