રાજપીપળાઃ આદિવાસી વિસ્તારમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા શિબિરનું આયોજન
Live TV
-
આદિવાસી વસ્તી ધરાવતાં નર્મદા જિલ્લામાં હજુ પણ રક્તદાન અંગે ખાસ જાગૃતિ નથી.
ત્યારે જિલ્લામાં રક્તદાન અંગે જાગૃતિ આવે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક રક્ત મળી રહે તે હેતુથી રાજપીપળામાં આવેલ ગુજરાત ઈન્ડીપેન્ડટ કંપની એનસીસીના કેડેટ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપળાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલજના એનસીસી કેડેટ્સે ઘણી મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિરનો ઉદ્દેશ સમજાવતા કર્નલ વિવેક ચતુર્વેદીએ સમજાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર ગુજરાતમાં રક્તની અછત છે, જેથી એનસીસીના ડીજી દ્વારા જરૂરિયાતમંદ ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેન્કમાં રક્તદાન કરવાની સૂચના હતી. તેના ભાગ રૂપે આજે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.