અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં પણ હવે ટેસ્ટ કરાવી શકાશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કોરાનાને નાથવા સામેની કામગીરીની માહિતી આપી હતી.પત્રકારોને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંકે રાજ્ય સરકાર તજજ્ઞ તબીબોની કમિટી સાથે ત્રણ વખત મિટીગં કરી ચૂકી છે. તેમણે કહ્યું હતુંકે હવે સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સની ભલામણના આધારે કોરોનાનો ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરી શકાશે.દર્દીઓ પાસેથીકોરોનાની સારવારના નામે ખોટા ખર્ચ બતાવીને વધુ નાણા પડાવતી ખાનગી હોસ્પિટલનેચેતવણી આપી હતી.જો ખાનગી હોસ્પિટલ સામે આવી કોઇપણ ફરિયાદ આવી તો કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી હતી.