અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે આશીર્વાદરૂપ સાબિત થતા ધનવંતરી રથ
Live TV
-
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં મોટી સંખ્યામાં લોકોએ તપાસ કરાવી આરોગ્ય સેવાનો લાભ લીધો
અમદાવાદમાં શરૂ કરાયેલી ધનવન્તરી રથ સેવા કોરોના લોકડાઉનના સમયે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.ધનવન્તરી રથના માધ્યમથી અમદાવાદ શહેરના હજારો લોકોને સારવાર આપવામાં આવી છે. ધનવન્તરી રથની સતત સારવારને લીધે શરદી, ખાંસી, તાવ અને સિવિયર રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શનના કેસો પણ ઘટ્યા છે. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને દવાઓથી સજ્જ ધનવન્તરી રથ હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની તપાસ કરીને દવાઓ આપી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના જોધપુર સેટેલાઈટ જે વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.. આ સાથે જ આ વિસ્તારમાં લોકોને સેનેટાઈઝર અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આરોગ્ય તપાસણીની આ વ્યાપક ઝુંબેશમાં લોકોને સામેલ કરવા માટે સ્વૈચ્છિક સેવાસંગઠનો, કોર્પોરેટરો, ”મારો વોર્ડ કોરોના મુકત વોર્ડના સંકલ્પ કરીને તમામને ધનવંતરી રથ સુધી લાવવાની કામગીરી થઈ રહી છે.. આ રથ સુધી આવનારાઓએ સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરાવવાનું રહેશે.